નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે અમરેલી શહેરમાં ફાયર ટેન્કર માર્ચ નીકળી હતી. તા. ૧૪ એપ્રિલથી તા. ૨૦ એપ્રિલ સુધી ફાયર સર્વિસની ઉજવણી થઈ રહી છે ત્યારે આ વીકની ઉજવણી સન ૧૯૪૪ માં મુંબઈ ડોકયાર્ડ ખાતે ફાયરમાં શહીદ થયેલા જવાનોની યાદમાં મનાવવામાં આવે છે.
સાથોસાથ ગત ચાર દિવસ પૂર્વે ગાંધીનગર ખાતે સિલિન્ડર બ્લાસ્ટમાં પણ એક ફાયરના જવાન શહીદ થયા છે ત્યારે આ અંતર્ગત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ અમરેલી ખાતે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. હિરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ટેન્કર માર્ચ નીકળી હતી અને અમરેલીના મુખ્ય માર્ગો પર થઈને શહીદ સ્મારક રાજકમલ ચોક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને યાદ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.