સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી. સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ ૫.૭૫ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડીડેટ્સની સંખ્યા ૧.૭૭ લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા ૩૦ ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જોણકારી સંસદમાં આપવામાં આવી છે.
સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ ૫૭૭ મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે
એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.
એનડીએ પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ ઓફિસર્સ તરીકે આર્મી, એરફોર્સ અને નેવીમાં જોડાઈ શકશે. આ માટે તેમણે એનડીએ એકેડમીમાં ત્રણ વર્ષની સખ્ત અને આકરી ટ્રેનિંગ માંથી પસાર થવું પડશે. તેના એત વર્ષ પછી આર્મી માટે ઇન્ડીયન મિલિટરી એકેડેમી દહેરાદૂન, વાયુસેના માટે ડુંડીગુલ (હૈદરાબાદ) એરફોર્સ એકેડેમી અને ઇઝેમાલા (કેરળ) ખાતેની ઇન્ડીયન નેવલ એકેડમીમાં તેના વિકલ્પ અનુસાર ટ્રેનિગ માટે તૈયાર રહેવું પડશે. કુલ ચાર વર્ષની સખત તાલીમ અને સ્નાતકની ડિગ્રી (જે જેએનયુમાંથી ઉપલબ્ધ થશે) પછી મહિલાઓ સશ† દળોમાં જોડાઈ શકશે.