હાલી શૂટર નમનવીર સિંહ બરાર અને હુનરદીપ સિંહ સોહલ બાદ પંજાબના અન્ય એક શૂટરે પોતાની જાતને ગોળી મારીને પોતાના જીવનને ટૂંકાવ્યું હતુ. ફરીદકોટની ૧૭ વર્ષીય શૂટર ખુશસીરત કૌર સંધુએ પોતાના ઘરમાં જ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજા કિસ્સો છે જ્યારે કોઈ શૂટરે આત્મહત્યા કરી હોય. ખુશલ સિરત ઘણા નેશનલ મેડલ જીતી ચુકી છે. એવું કહેવામાં આવે છે કે, સીરત તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપમાં તેના પ્રદર્શનથી ખુબ જ નિરાશ હતી. ગયા વર્ષે તેણે જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ૧૧ મેડલ જીત્યા હતા જ્યારે આ વર્ષે તેણે આ જ મેડલ જીતી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, તેમને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળી હતી કે, હરિન્દર નગરની શેરી નંબર-૪ માં એક યુવતીએ પોતાની જાતને શૂટ કરી લીધી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ખુશસીરતનો મૃતદેહ મળ્યો. આ યુવા શૂટરે પોતાની પોઇન્ટ ૨૨ પિસ્તોલથી માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મ્રૃત્યુ નીપજ્યું હતું. જાકે, તેની આસપાસ કોઈ સ્યુસાઇડ નોટ મળી નહોતી. પોલીસે શબપરીક્ષણ બાદ બોડી તેના પરિવારને સોંપી દીધી હતી અને તપાસ શરૂ કરી દીધી.
ખુશસીરતના પિતા સરકારી શાળામાં બાળકોને ભણાવે છે જ્યારે તેમની માતા પંજાબ કૃષિના યુનિવર્સિટી રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. પિતાએ જણાવ્યું કે, ખુશસીરતે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં કોઈપણ ઇવેન્ટમાં મેડલ જીત્યો નહોતો. જાકે, તેને જાઈને પરિવારને ખ્યાલ ન આવ્યો કે તે આવું કંઈક કરવાનું વિચારી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ખુશસિરત નીચે હોલમા અભ્યાસ કરી રહી હતી. પરિવારને સવારે આ વિશે માહિતી મળી હતી. ખુશસીરતે શૂટિંગ પહેલા સ્વિમિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. ચાર વર્ષ પહેલા તેણે શૂટિંગ શરૂ કર્યું હતું. તેણે હંમેશાં સ્ટાર શૂટર મનુ ભાકરને પાછળ છોડીને આગળ થવાનું સ્વપ્ન જાયું હતું.
ખુશસીરતના કોચ સુખરાજ કૌરે કહ્યું, ” તેનામાં કોઈપણ વસ્તુ શીખવાની ધગશ ખુબ જ સારી હતી. દિલ્હીથી આવ્યા બાદ તે ખૂબ જ દુઃખી રહેતી હતી પરંતુ, અમને એવો અંદાજ પણ નહોતો કે, તે આવું કોઈ પગલું ભરી લેશે. અમે વર્ષમાં બે વાર સ્પોર્ટ્‌સ સાયકોલોજિસ્ટને બોલાવતા હતા. અભિનવ બિન્દ્રાએ શૂટર આત્મહત્યાના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, “ત્રણ આત્મહત્યા એ એક ઇશારો છે કે, કંઈક તો ખોટું થઇ રહ્યું છે. જાકે, આપણે રમતને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી શકતા નથી. આ સાથે જ એ પણ જરૂરી છે કે, સંસ્થા થોડું જવાબદારીપૂર્વક કામ કરે.