નેપાળ પોલીસે ૧.૭૬ કિલો સોનું અને ૧૮ કિલોથી વધુ ગેરકાયદેસર ચાંદી રાખવા બદલ નવ ભારતીયોની ધરપકડ કરી હતી. કાઠમંડુ મહાનગરના વિવિધ ભાગોમાંથી ગેરકાયદેસર સોના અને ચાંદીના વેપારમાં સંડોવણી બદલ આ ધરપકડ કરવામાં આવી હતી. નેપાળ પોલીસના બુલેટિન અનુસાર, ગુપ્ત માહિતીના આધારે, પોલીસે કાઠમંડુમાં વિવિધ ગોલ્ડ રિફાઇનિંગ સેન્ટરો પર દરોડા પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી ૧.૭૬ કિલો સોનું અને ૧૮.૪૫ કિલો ચાંદી જપ્ત કરી હતી.
આ સાથે, પોલીસે જણાવ્યું કે તેમની પાસેથી ૧.૭ કરોડ નેપાળી રૂપિયા અને ૧૧,૭૦૦ ભારતીય રૂપિયા પણ મળી આવ્યા છે. કાઠમંડુ જિલ્લા પોલીસ વર્તુળની ટીમે તેમની ધરપકડ કરી કારણ કે તેમની પાસે કિંમતી વસ્તુઓ માટે બિલ કે અન્ય કોઈ સહાયક દસ્તાવેજા નહોતા. આ મુજબ, ધરપકડ કરાયેલા લોકોમાં ૩૦ વર્ષીય નવનાથ બાકુ કાસી પણ સામેલ છે. તે બધા મહારાષ્ટÙના મુંબઈના રહેવાસી છે અને હાલમાં કાઠમંડુમાં રહે છે. બુલેટિન મુજબ, બધા આરોપીઓની ઉંમર ૧૮ થી ૩૮ વર્ષની વચ્ચે છે. ધરપકડ કર્યા પછી, પોલીસે તેને તપાસ માટે લલિતપુર જિલ્લાના આંતરિક મહેસૂલ વિભાગના કાર્યાલયમાં સોંપ્યો.