નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો પછી, પીએમ કેપી ઓલીએ રાજીનામું આપ્યું. હવે નેપાળના રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નેપાળની રાજધાની કાઠમંડુ સહિત ઘણા શહેરોમાં પરિસ્થિતિ હજુ પણ તંગ છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ, ગુસ્સે ભરાયેલા યુવાનોએ આંદોલન શરૂ કર્યું અને રસ્તા પર ઉતરી આવ્યા. આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ૨૦ લોકોના મોત થયાના અહેવાલ છે. સોમવારે, પીએમ ઓલીએ કહ્યું હતું કે જા તેમને તેમના પદ પરથી રાજીનામું આપવું પડે તો તેઓ તે કરશે પરંતુ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવશે નહીં. આ પછી, વિરોધીઓના ગુસ્સાને જોઈને, પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો.

તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સ્વીકાર્યું. પરંતુ આ પછી રાષ્ટ્રપતિ પૌડેલે પણ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામા પછી પણ, વિરોધીઓ શાંત થઈ રહ્યા નથી.