મુસાફરોથી ભરેલી બસ પડોશી નેપાળના સુરખેત જિલ્લાના મુગુ પાસે સેંકડો ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે. જ્યારે ૧૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નેપાળનું વહીવટીતંત્ર મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
એક પેસેન્જર બસ સુરખત જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાંથી મુગુ તરફ જઈ રહી હતી. તે મુગુ પહોંચવા જઇ રહી હતી કે એક સમયે બસ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી ગઇ.
નજીકના ગ્રામજનોની મદદથી નેપાળ પ્રહારીના સૈનિકો ખાઈમાં પહોંચી ગયા હતા. ૨૮ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ૧૬ ઘાયલ મુસાફરોને સારવાર માટે નેપાળગંજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અન્ય ચાર ઘાયલ મુસાફરોનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. કરનાલી સ્ટેટ સેન્ટીનલ ઓફિસના ઈન્સ્પેક્ટર જીવન લામીછમે કહ્યું છે કે, બસ દુર્ઘટનામાં ૩૨ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે.