english.onlinekhabar.com

બુદ્ધ જયંતિ પર નેપાળની મુલાકાતે જનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનને મોટો ઝટકો આપશે. મોદી નેપાળમાં બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લેશે, પરંતુ ચીન દ્વારા બનાવવામાં આવેલા નેપાળના બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભૈરવા પર ઉતરશે નહીં.
પીએમ મોદીનું હેલિકોપ્ટર સીધું લુમ્બિની જશે જે ભૈરવ એરપોર્ટથી ૧૮ કિલોમીટરના અંતરે છે. નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા એ જ સમયે આ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કરશે જ્યારે ઁસ્ મોદી લુમ્બિનીની મુલાકાત લેશે. આ સમગ્ર મડાગાંઠે નેપાળમાં રાજદ્વારી વિવાદને વેગ આપ્યો છે.
ચીને ભારતની સીમાથી માત્ર ૬ કિ.મીના અંતરે આવેલા ભૈરવામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવ્યું છે. લગભગ ૧૦ વર્ષમાં ૪૦ અરબ નેપાળી રૂપિયાથી બનેલું આ એરપોર્ટ દર વર્ષે ૧૦ લાખ મુસાફરોને સંભાળવાની ક્ષમતા રાખે છે, પરંતુ આ એરપોર્ટનું હજુ સુધી યોગ્ય રીતે માર્કેટીંગ થયું નથી. આને કારણે તે એક ભૂતિયા એરપોર્ટ બની ગયું છે.ઁસ્ મોદી માટે લુમ્બિનીમાં એક હેલીપેડ બનાવવામાં આવ્યું છે. પ્રધાનંત્રી મોદી લુમ્બિનીમાં આંતરરાષ્ટ્રીય મેડીટેશન સેન્ટરનું ઉદઘાટન કરશે. ઁમોદી અને નેપાળના વડાપ્રધાન દેઉબા એક બૌદ્ધ વિહારનું શિલાન્યાસ પણ કરશે.
ચીન દ્વારા બનાવેલા એરપોર્ટ પર મોદી નહીં ઉતરવાના કારણે નેપાળમાં વિવાદ થયો છે. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે જાડાયેલા પૂર્વ અધિકારી સંજીવ ગૌતમે કહ્યું કે આ રાજદ્વારી નિષ્ફળતા છે. તેમણે કહ્યું, જ્યારે એક જ સમયે અને એક જ જગ્યાએ બે અલગ-અલગ કાર્યક્રમો થાય છે, ત્યારે એક કાર્યક્રમ દબાઇ જશે.ગૌતમે કહ્યું, આ નેપાળી પક્ષની નબળાઈ છે. નેપાળની મુત્સદ્દીગીરી, પછી તે અર્થતંત્ર હોય કે ઉડ્ડયન ક્ષેત્ર, હંમેશા નબળી રહી છે. અમે ફરી એકવાર નિષ્ફળ ગયા છીએ.
નેપાળના ઘણા સરકારી અધિકારીઓનું કહેવું છે કે ભારતીય પક્ષે અપીલ કરવી જાઈએ કે મોદીનું હેલિકોપ્ટર લુમ્બિનીને બદલે ભૈરવના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરે. નેપાળના એક અધિકારીએ કહ્યું, તે બંને માટે ફાયદાકારક રહેશે. જા પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પરથી ઉતરશે અને લુમ્બિની જશે, તો લોકોને તે ગમશે અને તે બંને પક્ષોને ખૂબ જ સકારાત્મક સંદેશ આપશે. કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટના ઉદઘાટન દરમ્યાન ચીનના ઘણા અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કદાચ આ જ કારણ છે કે મોદીએ એરપોર્ટથી દૂર રહેવાનું પસંદ કર્યું હોય.