અમરેલીની કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ-ય્દ્ગહ્લજીં ખાતે બેન્ક ઓફ બરોડાના સહયોગથી બરોડા કિશાન પખવાડાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ, ડા. સી. કે. ટીંબડીયા, બેન્ક ઓફ બરોડાના ચીફ જનરલ મેનેજર, હર્ષદકુમાર સોલંકી, જનરલ મેનેજર રાજકોટ ઝોન, મુખ્તાર સિંઘ, ડેપ્યુટી જનરલ મેનેજર, સુશિલકુમાર, રિજનલ મેનેજર, ભાવનગર, બળદેવ પટેલ; આત્માના નાયબ ખેતી નિયામક મહેશ જીડ તેમજ કોલેજના આચાર્ય ડા. એસ.પી. દેશમુખ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૩૭૦થી વધુ ખેડૂતો, બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કુલપતિ, ડા. સી.કે. ટીંબડીયાએ સંબોધનમાં જણાવ્યું કે “રાસાયણના અતિરેકથી ઉપસ્થિત થતી પરિસ્થિતિ જેવી કે, કેન્સર, વંધત્વથી બચવા પ્રાકૃતિક કૃષિ એક માત્ર ઉપાય છે.” આ કાર્યક્રમમાં ૧૦ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં ત્રણેય ઋતુના પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર થયેલ દેશી બીજનું નિદર્શન કરવામાં આવ્યું હતું.










































