પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ દેશના ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી. હિંસા ભડકાવવા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે પાકિસ્તાનના ૭ હજૉરથી વધુ ટિવટર એકાઉન્ટ ફેક ન્યૂઝની મદદથી ભારતમાં રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા.
આ વિવાદ અને હિંસા સંબંધિત જે પણ હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યાં છે, તેમાં મોટાભાગના કોમેન્ટ કરનારા પાકિસ્તાની છે. ડિજિટલ ફોરેન્સિક રિસર્ચ એન્ડ એનાલિટિક્સ સેન્ટરના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ડ્ઢહ્લઇછઝ્ર એ તેના અહેવાલમાં ૬૦ હજૉરથી વધુ ટિવટર યુઝર્સની પોસ્ટ અને કોમેન્ટ્‌સનું એનાલિસિસ કર્યું છે.
એનાલિસિસમાં જૉણવા મળ્યું કે આ ૬૦,૦૦૦ યુઝર્સમાંથી મોટાભાગના બિન-વેરિફાઇડ એકાઉન્ટ્‌સ ધરાવતા હતા. તેમાંથી લગભગ ૭,૧૦૦ લોકો પાકિસ્તાનના હતા.રિપોર્ટ મુજબ, સ્પષ્ટ છે કે વિવાદ સાથે જૉડાયેલા હેશટેગને પાકિસ્તાનના ટિવટર એકાઉન્ટ્‌સથી ફોરવર્ડ અને રિટિવટ કરવામાં આવી રહ્યાં છે. ૩,૦૦૦ એકાઉન્ટ્‌સ સાઉદી અરેબિયાના હતા. ૨,૫૦૦ એકાઉન્ટ્‌સ ભારતમાંથી ૧,૪૦૦ ઈજિપ્તમાંથી ૧,૦૦૦થી વધુ યુએસ અને કુવૈતના હતા. નોંધનિય છે કે નૂપુર શર્માએ મહમંદ પયંગબર સાહેબ પર વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ થઇ રહ્યો છે.