ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને ધમકાવવાના કેસમાં ભીમ સેનાના પ્રમુખ નવાબ સતપાલ તંવરની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ ગુરુગ્રામ સ્થિરતિ નવાબ સતપાલ તંવરના આવાસ પરથી થઈ છે. નવાબ સતપાલ તંવરે ગત દિવસોમાં ધમકાવતા જાહેરાત કરી હતી કે, જે પણ નૂપુર શર્માની જીભ કાપીને લાવશે તેને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. પોલીસે સંબંધિત કેસ દાખલ કરી લીધો છે. ભીમ સેનાના પ્રમુખ નવાબ સતપાલ તંવર વિરુદ્ધ કાનપુરમાં કેસ પણ દાખલ થયો હતો.
નવાબ સતપાલ તંવરે કહ્યું હતું કે, જે પણ નૂપુર શર્માની જીભ કાપીને લાવશે, તેને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશે. ડ્ઢઝ્રઁ પૂર્વી પ્રમોદ કુમારે જણાવ્યું કે, આરોપી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સહિત અન્ય સંગીન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોમાં નૂપુર શર્મા પ્રત્યે ખૂબ નારાજગી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ઇન્ટેલિજેન્સ ફ્યૂઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ યુનિટે ગુરુવારે નવાબ સતપાલ તંવરની ગુરુગ્રામ સ્થિરત આવાસ પરથી ધરપકડ કરી હતી.
તેની ધરપકડ એવા સમયે થઈ છે, જ્યારે ગુરુગ્રામ પોલીસે સતપાલ તંવર વિરુદ્ધ અલગ અલગ ગ્રુપો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા, ઉશ્કેરવા, જાણીજાઈને અપમાન કરવા અને ગુનાહિત ધમકી આપવાની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ યુથ વિંગના અધ્યક્ષ સર્વપ્રિયા ત્યાગીએ સતપાલ તંવર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. સાઇબર સેલના એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે વીડિયોને ધ્યાનમાં લીધો છે, જેમાં તેને જીવલેણ ધમકીવાળા નિવેદન આપતો સાંભળી શકાય છે અને એ વીડિયો દ્વારા નફરત ફેલાવવાનો પ્રયત્ન કરતો નજરે પડે છે.
અમે સતપાલ તંવરને ગુરુગ્રામથી અરેસ્ટ કર્યો છે. તેના પર ગુનાહિત ધમક,એક મહિલાનું અપમાન અને વિભિન્ન ગ્રુપો વચ્ચે દુશ્મનીની પ્રોત્સાહન આપવા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, તંવરે કથિત રીતે જીવથી મારવાની ધમકી આપી હતી અને પહેલા પણ ઇનામની જાહેરાત કરી છે. સાઇબર સેલની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. થોડા દિવસ અગાઉ એક જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના મુદ્દા પર એક ટી.વી. ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ આ હોબાળો શરૂ થયો. આ ટિપ્પણીના કારણે નૂપુર શર્માને ભાજપે સસ્પેન્ડ કરી દીધી છે.