એક્ટ્રેસ નુસરત ભરૂચાની કોમેડી ફિલ્મ જનહિત મેં જૉરીનું ટ્રેલર આવી ગયું છે. જનહિત મેં જૉરી’ના ડિરેક્ટર જય બસંતુ સિંહ છે જ્યારે લેખક રાજ શાંદિલ્ય છે. જનહિત મેં જૉરી’ની વાર્તા કંઈક એ પ્રકારે છે કે એક યુવતી પોતાનું ઘર ચલાવવા માટે કાન્ડોમ પણ વેચી શકે છે. ‘જનહિત મેં જૉરી’નું ટ્રેલર જૉઈ તમે પેટ પકડીને હસી પડશો. જનહિત મેં જૉરી’ના ટ્રેલરમાં એક ડાયલોગ છે કે જેમાં એક્ટ્રેસ નુસરત ભરૂચા એવું કહેતા સાંભળવા મળી રહી છે કે ‘તમે આંગળી ઉઠાવો, હું અવાજ ઉઠાવીશ. ભારતમાં દર વર્ષે ઘણાં મોટા પ્રમાણમાં ગર્ભપાત થાય છે. જેથી ઘણી છોકરીઓ પોતાનો જીવ ગુમાવે છે. પુરુષો માટે કદાચ આ માત્ર એક જરૂરિયાત હશે પણ મહિલાઓ માટે આ જરૂરી છે. જનહિત મેં જૉરી એક એવી યુવતીની વાર્તા છે જે સામાજિક બંધન હોવા છતાં ઘર ચલાવવા માટે કાન્ડોમનું પણ વેચાણ કરે છે. આ કામ માટે નુસરત ભરૂચાને ઘણાં વિરોધનો સામનો કરવો પડે છે. ‘જનહિત મેં જૉરી’માં નુસરત ભરૂચા સામે અનુદ સિંહ જૉવા મળશે. તેમજ એક્ટર વિજય રાઝ, ટીનુ આનંદ, બ્રિજેન્દ્ર કલા સહિતના કલાકારો પણ ‘જનહિત મેં જૉરી’માં જૉવા મળશે. કોરોના વાયરસની મહામારી દરમિયાન નુસરત ભરૂચાએ કહ્યું હતું કે મેં કેટલાંક પ્રોજેક્ટ માટે ફી ઘટાડી છે કારણકે મને ખબર છે કે ઈન્ડસ્ટ્રી આર્થિક રીતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. આ સમયે અમે બધા ફિલ્મને બનાવવા માટે બહાદુરીભર્યુ પગલું લઈ રહ્યા છે. કોસ્ટ અને બજેટ ઘટાડ્યા બાદ મેકર્સ મારી પાસે આવ્યા હતા અને હું ફી ઘટાડવા માટે તૈયાર થઈ ગઈ હતી’. કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લના મેકર્સે ‘જનહિત મેં જૉરી’ ફિલ્મ બનાવી છે. ‘જનહિત મેં જૉરી’ નાના શહેરની વાર્તા છે.