ઇત્તેહાર એ મિલ્લત કાઉસિલ(આઇએમસી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના તૌકીર રજો ખાં જણાવ્યું હતું કે ભાજપની પૂર્વ પ્રવકતા નુપુર શર્માની ધરપકડની માંગને લઇ ૧૦ જુને પ્રસ્તાવિત ધરણા પ્રદર્શન સ્થગિત કરવામાં આવ્યો છે. તેમણે આ માહિતી પોતાના નિવાસ સ્થાને પત્રકારોને આપી હતી.
મૌલાનાએ નુપર શર્માની સુરક્ષા વધારવાની વાત કહી તેમણે આરોપ લગાવ્યો કે આરએસએસવાળા કાવતરા કરે છે પૂર્વ પ્રવકતા નુપુર શર્માની હત્યા કરાવી મુસલમાનો પર આરોપ લગાવી શકે છે આથી નુપુરને જેલ મોકલી દેવી જોઇએ કારણ કે જેલમાં સારી રીતે સુરક્ષા થઇ શકે છે.
મૌલાનાએ કહ્યું કે ૧૦ જુને ગંગા દશહરા સ્નાન મેળો છે તેમાં હિન્દુ ભાઇ પોત પોતાના પરિવારની સાથે સામેલ થાય છે મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં મેળામાં આવે છે તેને ધ્યાનમાં રાખી આ ધરણા પ્રદર્શન સ્થગિત કરવામાં આવ્યા છે જો કે ૧૦ જુને ચાર લોકો ડીએમને આવેદન પત્ર જરૂર આપશે.
આઇએમસીના પ્રમુખે પ્રદર્શન અને ધરણાની આગામી તારીખ જોહેર કરી નથી તેમણે કહ્યું કે ૧૦ જુને યોજોનાર ધરણા પ્રદર્શનનો લાભ ઉઠાવી શરારતી તત્વ કાનનપુર જેવી ઘટનાને પરિણામ આપી શકે છે આથી ધરણા સ્થગિત કરવામાં આવ્યા છે.મૌલાનાએ કહ્યું કે ભાજપના પ્રવકતા નુપુર શર્માએ પેગમ્બરની વિરૂધ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી તેની ધરપકડ થવી જોઇએ.મૌલાનાએ કહ્યું કે કાનપુરની ઘટનાને બહાને મુસલમાનોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ પ્રશાસન આવી ગલતફેમી બિલકુલ પણ ન રાખે મૌલાનાએ કહ્યું કે જુમ્માની પવિત્રતા કયાંકને કયાંક ખતમ થઇ રહી છે આથી હવે ધરણા પ્રદર્શન જુમ્માના દિવસે બિલકુલ પણ થશે નહીં જુમ્માના દિવસને ફકત ઇબાદત માટે છોડી દેવામાં આવે તેમણે કહ્યું કે તેઓ ટુંક સમયમાં કાનપુર જશે ત્યાં મુસલમાનોની સાથે થઇ રહેલ જુલ્મની માહિતી એકત્રિત કરશે ત્યારબાદ ડીજીપીની મુલાકાત કરી પોલીસ અને એક સમુદાયની વીડિયો રજુ કરશે કાનપુરમાં મુસલમાનોની દુકાનોથી સામગ્રી ન લેવાની વીડિયો વાયરલ થઇ હતી તેની બાબતમાં કહ્યું કે હિન્દુસ્તાનીઓથી હિન્દુસ્તાનીઓથી પરહેજ કરવી જોઇએ નહીં. મૌલાનાએ કહ્યું કે જીલ્લામાં કલમ ૧૪૪ લાગુ થયા બાદ પણ તાજુશરિયાનો ઉર્સ શાંતિપૂર્ણક સંપન્ન થયો છે.તેના માટે હું પોલીસ પ્રશાસનનો આભાર વ્યકત કરૂ છું.