ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો અને ડાયમંડ ટ્રોફી જીતવાથી ચૂકી ગયો હતો. ૧૪ સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ યોજાયેલી ફાઈનલ મેચમાં નીરજે તેના ત્રીજા પ્રયત્નમાં ૮૭.૮૬ના અંતરે જેવલિન ફેંકી હતી, જે આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ ડાયમંડ લીગ ચેમ્પીયન બનવામાં સફળ રહ્યો. પીટર્સે પ્રથમ પ્રયત્નમાં ૮૭.૮૭ મીટરનો થ્રો કર્યો હતો. એટલે કે નીરજ ગ્રેનાડાના પીટર્સ કરતાં માત્ર ૧ સેન્ટીમીટર પાછળ રહ્યો હતો. નીરજે ૨૦૨૨માં ડાયમંડ લીગ જીતી છે. હવે તેનું બીજી વખત ટાઈટલ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. નીરજની મેચ બ્રસેલ્સ (બેલ્ઝીયમ)માં આલિયાન્ઝ મેમોરિયલ વેન ડેમમાં રમાઈ હતી.
નોંધનીય છે કે, નીરજ ચોપરાએ પહેલા પ્રયત્નમાં જ ૮૬.૮૨ મીટર જેવલિન ફેંકી હતી. તેણે બીજા પ્રયત્નમાં ૮૩.૪૯ મીટર જેવલિન થ્રો કરી હતી. ત્યારબાદ તેનો ત્રીજા પ્રયત્નમાં ૮૭.૮૬ મીટર થ્રો કર્યો હતો. ભારતીય ખેલાડીનો ચોથો પ્રયાસ ૮૨.૦૪ મીટર હતો. પાંચમા પ્રયાસમાં નીરજે ૮૩.૩૦ મીટરનો થ્રો કર્યો હતો. નીરજે તેના છેલ્લા પ્રયાસમાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તે માત્ર ૮૬.૪૬ મીટર જ જેવલિન ફેંકી શક્યો હતો.
નીરજ ચોપરા આ વખતે પણ ૯૦ મીટરના બેરિયરને સ્પર્શી શક્યો ન હતો. નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો ૮૯.૯૪ મીટર છે, જે તેણે ૩૦ જૂન ૨૦૨૨ના રોજ સ્વીડનમાં યોજાયેલી સ્ટોકહોમ ડાયમંડ લીગમાં રેકોર્ડ કર્યો હતો. આ જેવલિન ફેંક ભારતમાં પુરૂષોના નેશનલ રેકોર્ડ અને નીરજ ચોપરાના વ્યÂક્તગત સર્વશ્રેષ્ઠ રેકોર્ડ તરીકે પણ નોંધાયેલ છે. નીરજ ક્યારેય આનાથી વધુ થ્રો ફેંકી શક્યો નથી. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ પછી, ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં ૨૦૨૪માં સિઝનનો સર્વશ્રેષ્ઠ ૮૯.૪૯ મીટર ફેંક્યો અને બીજા સ્થાને રહ્યો હતો. નીરજે ૮ ઓગસ્ટે પેરિસ ઓલિÂમ્પકમાં ૮૯.૪૫ મીટરના અંતરે જેવલિન ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.
ફાઇનલમાં તમામ ખેલાડીઓનો શ્રેષ્ઠ થ્રો
એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – ૮૭.૮૭ મીટર
નીરજ ચોપરા (ભારત) – ૮૭.૮૬ મીટર
જુલિયન વેબર (જર્મની) – ૮૫.૯૭ મીટર
એડ્રિયન માર્ડારે (મોલ્ડોવા)-૮૨.૭૯ મીટર
જે. રોડરિક ડીન (જાપાન) – ૮૦.૩૭ મીટર
આર્થર ફેલ્ફનર (યુક્રેન) – ૭૯.૮૬ મીટર
ટીમોથી હર્મન (બેÂલ્જયમ) – ૭૬.૪૬ મીટર