બિહારના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે, ખાસ કરીને મુખ્યમંત્રી નીતિશ કુમારના આગામી પગલાને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રાજ્યમાં રાજકીય ફેરબદલ થઈ શકે છે? પરંતુ તેજસ્વી યાદવે આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું એટલું જ નહીં પરંતુ નીતિશ કુમાર પર આકરા પ્રહારો પણ કર્યા.
જ્યારે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને આ વિષય પર પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ હતો, ‘આ બધી નકામી વાતો છે, તેનો કોઈ અર્થ નથી. હવે નીતીશ કુમાર હોશમાં નથી અને બિહારનો વહીવટ યોગ્ય રીતે ચલાવી શકતા નથી. તેજસ્વીએ કહ્યું કે મુખ્યમંત્રીનું માનસિક સંતુલન સારું નથી અને તેમના નેતૃત્વમાં સરકાર નથી ચાલી રહી, બલ્કે રાજ્યના ઘણા નિવૃત્ત અધિકારીઓ બિહાર ચલાવી રહ્યા છે.
આ સાથે તેજસ્વી યાદવે શનિવારે સમગ્ર રાજ્યમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પીટી પરીક્ષા રદ કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર પાસે કોઈ નક્કર દિશા નથી અને તેના કારણે રાજ્યમાં શિક્ષણ અને વહીવટના ઘણા મુદ્દાઓ ઘેરા બની રહ્યા છે.
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ફરી એકવાર સીએમ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે.બીપીએસસી ઉમેદવારો પર લાઠીચાર્જ પર તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં સરકાર છે કે નહીં તેના પર પહેલા ચર્ચા થવી જાઈએ. આ જનતાની સરકાર નથી, પણ ભ્રષ્ટાચારીઓની સરકાર છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે ૭-૮ મહિના બાકી છે. આ રાજકીય ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે એક કોન્ક્‌લેવ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહને પૂછવામાં આવ્યું કે બિહારમાં ભાજપની રણનીતિ શું હશે અને નેતા કોણ હશે? આ પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે આ અંગેનો નિર્ણય ભાજપનું સંસદીય બોર્ડ લેશે. આ નિવેદન ચોંકાવનારું હતું કારણ કે આ પહેલા એનડીએ અને ભાજપના નેતાઓએ વારંવાર કહ્યું હતું કે નીતીશ કુમાર બિહારમાં એનડીએના નેતા રહેશે. અમિત શાહના આ નિવેદન બાદ ત્નડ્ઢેં નેતાઓમાં શંકા ઉભી થઈ છે.
દેશભરમાં અટલ બિહારી વાજપેયીનો ૧૦૦મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહાના એક નિવેદને રાજકીય હલચલ મચાવી દીધી છે. વિજય સિંહાએ કહ્યું કે બિહારમાં ભાજપની પોતાની સરકાર હોવી જાઈએ, તે અટલ બિહારી વાજપેયીનું સપનું હતું અને અમે તેને પૂરું કરી શકીએ છીએ. આ નિવેદન બાદ બિહારના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાએ જાર પકડ્યું છે. જાકે, બાદમાં વિજય સિંહાએ આ નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે બિહારમાં નેતૃત્વ નીતિશ કુમાર પાસે રહેશે. પરંતુ તેમના પહેલા નિવેદને એનડીએ ગઠબંધન અને જેડીયુ-ભાજપ વચ્ચેના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે.