એક બાજુ બિહાર સરકાર કોરોનાના નવા વેરિએટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખી નવી ગાઇડલાઇસ જોરી કરી રહી છે ત્યાં મુખ્યમંત્રી નીતીશકુમાર આગામી બુધવારથી એક વધુ યાત્રા સમાજ સુધાર યાત્રાની શરૂઆત કરશે.મુખ્યમંત્રી આ યાત્રાની શરૂઆત ચંપારણની ધરતી મોતિહારીથી ૨૨ ડિસેમ્બરથી કરશે.આ સમાજ સુધાર યાત્રા નીતીશકુમારની અત્યાર સુધીની સૌથી નાની મુદ્‌તની યાત્રાઓમાંથી એક હશે કારણ કે ૧૫ જોન્યુઆરીએ યાત્રાનું સમાપન થઇ જશે
મળતી માહિતી અનુસાર દરરોજ મુખ્યમંત્રી એક જીલ્લાના મુખ્ય મથકે જશે જયાં બાજુના બેથી ત્રણ જીલ્લાને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડવામાં આવશે નીતીશકુમારે ગત વિધાનસભા સત્રમાં આ યાત્રાનો ઉલ્લેખ શરાબબંધીની પરિપેક્ષયમાં કર્યો હતો કે તે જીલ્લામાં જઇ સ્થિતિની સમીક્ષા કરશે આથી માનવામાં આવી રહ્યું છે કે જોહેરસભાઓમાં મહિલાઓની હાજરીને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ યાત્રા દરમિયાન નીતીશકુમાર વિકાસની યોજનાઓ અથવા સાત નિશ્ચિયના કાર્યક્રમની પણ સમીક્ષા કરશે પરંતુ શરાબબંધીની સફળતાને સુનિશ્ચિત કરવાનો હેતુ હશે. હકીકતમાં મુખ્યમંત્રી નીતીશકુમાર એ પણ જોવા માંગશે કે તેમના આ પ્રતિબંધને હજુ પણ મહિલાઓનું વ્યાપક સમર્થન છે સમીક્ષા બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદની ઉપસ્થિતિથી અન્ય યોજનાઓ પર પણ ચર્ચા થશે.એ યાદ રહે કે નીતીશકુમાર ૧૬ વર્ષના પોતાના શાસનમાં અત્યાર સુધી ૧૨ યાત્રા કાઢી ચુકયા છે પરંતુ કોરોનાના દૌરમાં આ પહેલી એવી યાત્રા હશે.
જો કે વિરોધ પક્ષોનું કહેવુ છે કે નીતીશ ગમે તેટલી યાત્રા કરી લે પરંતુ શરાબબંધી નિષ્ફળ રહી છે અને રહેશે કારણ કે તેમના મોટાભાગના અધિકારી અને પોલીસ કર્મચારીઓ આર્થિક સામ્રાજયના સૌથી મોટા ભાગીદાર છે અને લાભ ઉઠાવી રહ્યાં છે.