બિહારમાં હાલના દિવસોમાં મુખ્યમંત્રી નીતીશકુમાર સતત રાજકીય ચર્ચામાં છે કયારેક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ચર્ચા તેજ થઇ જાય છે તો સોશલ મીડિયા પર તેમને આગામી ઉપરાષ્ટ્રપતિ બતાવવામાં આવી રહ્યાં છે કયારેક તેમને રાજયસભામાં મોકલવાની પણ ચર્ચા કરવામાં આવે છે.આમ તો રાષ્ટ્રીય જનતાદળની ઇફતાર પાર્ટીમાં સામેલ થયા બાદ ચર્ચામાં આવેલ નીતીશકુમાર હવે પોતાના સરકારી બંગલો બદલવાને લઇ ચર્ચામાં આવ્યા છે.
હવે નીતીશકુમાર જે બંગલામાં જઇ રહ્યાં છે ત્યાં પહેલા પણ તે રહી ચુકયા છે.મુખ્યમંત્રી એક અણે માર્ગ છોડી રાત સર્કુલર રોડ ખાતેના બંગલામાં શિફટ થાય તેવી વાત સામે આવી છે .મુખ્યમંત્રીના રહેવા માટે બંગલાને પુરી રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે. ખુબ સમય પહેલા જ બંગલામાં કામ શરૂ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીના બંગલાને બદલવાને લઇ જદયુના વિધાન પાર્ષદ લલન સર્રાફે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતીશકુમાર સાત સર્કુલર રોડ ખાતેના બંગલામાં જશે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની સાથે રહેનાર પરિવારના કેટલાક સભ્યો અને બાકી કર્મચારીઓ પણ તેમની સાથે શિફટ થઇ જશે
નીતીશકુમાર મુખ્યમંત્રીની ખુરશી સંભાળ્યાના કેટલાક દિવસ સુધી આ બંગલામાં રહ્યાં હતાં મુખ્યમંત્રી દ્વારા આ બંગલાને છોડયા બાદ તેને મુખ્ય સચિવના નામે એલોર્ટ કરવામાં આવ્યો હતો ૨૦૨૧થી જ એ ચર્ચા તેજ હતી કે મુખ્યમંત્રી નીતીશકુમાર મુખ્યમંત્રી આવાસ છોડી આ બંગલામાં રહેશે