ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એકવાર ફરી ચર્ચામાં છે કયારેક નીતીશકુમાર પર પ્રહારો કરનાર પ્રશાંત કિશોરે કહ્યું કે જો તક મળશે તો તે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની સાથે ફરીથી કામ કરવા ઇચ્છશે.એક ખાનગી કાર્યક્રમમાં બોલતા પીકેએ કહ્યું કે જો તક મળશે તો નીતીશકુમારની સાથે કામ કરવા ઇચ્છીશ.એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન પીકેએ અનેક  સવાલોના જવાબ પણ આપ્યા હતાં આ દરમિયાન તેમણે કહ્યું કે જો તક આવશે તો તેઓ નરેન્દ્ર મોદી,રાહુલ ગાંધી અને કેપ્ટન અમરિંદર સિંહની જગ્યાએ મુખ્યમંત્રી નીતીશકુમારની સાથે ફરી કામ કરવા ઇચ્છશે.
તેમણે નીતીશકુમારને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી સારા બતાવ્યા.આ દરમિયાન તેમણે કહ્યું કે ગાંધી પરિવાર વિના કોંગ્રેસ પાર્ટી ચાલી શકે છે.આ ઉપરાંત તેમણે આગામી યુપી વિધાનસભા ચુંટણીમાં કોની જીત થશે તેવા સવાલ પર કહ્યું કે ભાજપ ભારે બહુમતિથી જીતશે.એ યાદ રહે કે પીકે એક સમયે નીતીશકુમારના નિશાના પર હતાં તેમણે એક સમયે નીતીશકુમારના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતાં.તેમણે કહ્યું હતું કે ૧૫ વર્ષના શાસન છતાં બિહાર આજે પણ ગરીબ અને પછાત કેમ છે. એ યાદ રહે કે ગત વર્ષ નીતીશકુમારે પોતાની પાર્ટી જદયુથી પ્રશાંત કિશોરને બહાર કરી દીધા હતાં ત્યારબાદ પીકે નીતીશકુમાર પર પ્રહારો કરતા હતાં પરંતુ હવે તેમણે એકવાર સાથે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી છે.