નીતીશકુમારની સરકારના એક વર્ષ પુરા થવા પર આગામી ૨૪ નવેમ્બરે જનતાદળ યુ તરફથી રાજયસભામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.ચોથા કાર્યકાળ દરમિયાન સરકારે જનતા માટે શું શું કર્યું તે બતાવવા માટે પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ ગામે ગામે જશે તેના માટે તમામ જીલ્લામાં કાર્યક્રમની કમાન અલગ અલગ નેતાઓને સોંપવામાં આવી છે. સમદર્શી નેતૃત્વ અને સમાવેશી વિકાસના ૧૫ વર્ષ બેમિશાલ,કાર્યક્રમનો વિષય નક્કી કરવામાં આવ્યો છે.
વિશ્વાસપાત્ર સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર જદયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહને પટણા અને પુર જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીને જમુઇ,મંત્રી લેસી સિંહને મધુબની,પૂર્વ મંત્રી જયકુમાર સિંહને કેમુર,શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીને નાલંદા,જળ સંસાધન વિકાસ મંત્રી સંજય ઝાને સુપૌલ,પૂર્વ મંત્રી જયકુમાર સિંહને કેમુર સાંસદ ચંદ્રશેખર પ્રસાદ ચંદ્રવંશીને ગયા,સાંસદ આર પી મંડલને અરરિયા,સાંસદ દુલાલાચંદ ગોસ્વામીને કિશાનગંજ,પૂર્વ મંત્રી ભગવાન સિંહ કુશવાહાને રવલ પૂર્વ મંત્રી વિનોદ યાદવને જહાનાબાદ,સાંસદ વિજયકુમાર માંઝીને ઔરંગાબાદ જીલ્લાની જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે.આ ઉપરાંત પર્ટીના સાંસદો અને પાર્ટી પદાધિકારીઓને અન્ય જીલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.આગામી ૨૪ નવેમ્બરથી આ તમામ નેતા અને મંત્રી પોત પોતાના ક્ષેત્રોમાં જઇને સરકારની કામગીરી જનતા સમક્ષ રજુ કરશે