નીટ કેસમાં અત્યાર સુધીમાં ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨
નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ ચાર્જશીટમાં ઉમેદવારોના નામ તેમજ ઉમેદવારોના માતા-પિતા, એન્જનિયર અને પેપર લીકના નેતાઓનો સમાવેશ થાય છે. સીબીઆઈએ એમ પણ કહ્યું કે હજુ તપાસ ચાલી રહી છે અને આ કેસમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે. પ્રથમ ચાર્જશીટમાં ચાર નીટ ઉમેદવારો, એક જુનિયર એન્જનિયર અને પેપરલીકના બે નેતાઓ સહિત ૧૩ આરોપીઓના નામ છે.
નીટ પેપર લીક કેસમાં સીબીઆઇની ચાર્જશીટમાં નીતીશ કુમાર અને અમિત આનંદનું નામ કિંગપિન તરીકે આપવામાં આવ્યું છે, જ્યારે ચાર્જશીટમાં ચાર ઉમેદવારોના નામ પણ આપવામાં આવ્યા છે, જેમાં આયુષ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર અને શિવાનંદન કુમારનો સમાવેશ થાય છે. આ સાથે બિહારના દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સલના જુનિયર એન્જનિયર સિકંદર યાદવેન્દુનું નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. તમામ ૧૩ આરોપીઓ પર વિશ્વાસ ભંગ અને ગુનાહિત ષડયંત્ર સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે ચાર્જશીટમાં કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતાના નામ પણ સામેલ છે. હજુ તપાસ ચાલુ છે અને આ કેસમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે. તપાસમાં ખુલાસો થયો છે કે નીટ પેપર લીકનો માસ્ટરમાઈન્ડ નીતિશ કુમાર આ વર્ષની શરૂઆતમાં બિહાર પબ્લક સર્વિસ કમિશનની પરીક્ષાનું પેપર લીક કરવા બદલ જેલમાં જઈ ચૂક્યો છે. અમિત આનંદ મુંગેરના મંગલ બજાર વિસ્તારનો રહેવાસી છે. અમિત આનંદનો એક સહયોગી આશુતોષ કુમાર છે, જે જમુઈનો રહેવાસી છે પરંતુ હાલમાં પટનાના રાજીવ નગર વિસ્તારમાં રહે છે. અમિત આનંદના અન્ય એક સહયોગી રોશન કુમારનું નામ પણ ચાર્જશીટમાં છે. આરોપ છે કે રોશન કુમારે વિદ્યાર્થીઓને પેપર ખરીદવા માટે તૈયાર કર્યા હતા. પટનાના દાનાપુરના રહેવાસી અનુરાગ યાદવનું નામ પણ આરોપીઓની યાદીમાં છે.નોંધનીય છે કે તાજેતરમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ પરીક્ષામાં કથિત પેપર લીકને લઈને દેશમાં ભારે હોબાળો થયો હતો અને મોટી સંખ્યામાં લોકોએ નીટ પ્રવેશ પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી હતી. વિપક્ષ પણ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા અને નીટ પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી રહ્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે પરીક્ષા દરમિયાન કોઈ પ્રણાલીગત ક્ષતિઓ નથી અને ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કર્યો.
નીટ પેપર લીક કેસમાં સીબીઆઇએ છ એફઆઇઆર નોંધી છે. પટના પોલીસે પહેલા ૫ મેના રોજ નીટ પ્રવેશ પરીક્ષામાં છેડછાડના આરોપમાં કેસ નોંધ્યો હતો, જે બાદમાં ૨૩ જૂને સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. ૫મી મેના રોજ લેવાયેલી નીટ પરીક્ષામાં દેશભરના ૨૩ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નીટ કેસમાં અત્યાર સુધીમાં ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ૧૫ આરોપી બિહાર પોલીસે પકડ્યા છે અને અત્યાર સુધીમાં આ કેસમાં ૫૮ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.