કોડીનાર તાલુકાના ઋતુલ છગ નામના વિદ્યાર્થીએ દેશ લેવલે પાંચમો અને ગુજરાત રાજ્ય લેવલે પ્રથમ નંબર મેળવી કોડીનારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શ્રી સોમનાથ સાયન્સ એકેડમી કોડીનાર ખાતે ઋતુલ છગને અભિનંદન પાઠવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ તકે ઉપÂસ્થત સૌએ તેને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.