છેલ્લા રપ વર્ષથી શિક્ષણ માટે જ્યોત જગાવી છે એવા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ (તાલુકા સંગઠન) બગસરા તેમજ શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લિ. બગસરાએ શૈક્ષણિક ક્ષેત્રે કરેલા પ્રયત્નોને કારણે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે. જેમાં રાષ્ટ્રીય લેવલે ધો. ૧ર પછી મેડિકલ ક્ષેત્રમાં એડમીશન માટે લેવાતી નીટની પરીક્ષામાં ગઇકાલે જાહેર થયેલ પરિણામમાં આ સંસ્થાના મુકેશભાઇ ભુવાના સુપુત્ર હિત ભુવાએ જ્વલંત સફળતા મેળવી છે. તેમજ સોશ્યલ ગૃપના પ્રમુખ કિરીટભાઈ નળિયાધરાની પુત્રી આસ્થા નળીયાધરાએ પણ નીટની પરિક્ષામાં જ્વલંત સફળતા મેળવી આ બંને વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું છે. બંને સંસ્થા પરિવારે આ વિદ્યાર્થીઓને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા તેમ જે.પી.માલવીયાની યાદીમાં જણાવાયુ છે.