શ્રી ગળકોટડી પ્રા.શાળા અને ગાંધીનગરના ગીર ફાઉન્ડેશન સંચાલિત નિસર્ગ ઇકો ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વન્યજીવ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શાળાના ધો. ૬થી ૮ના વિદ્યાર્થીઓ વચ્ચે સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના ૪૨ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. ઉપરાંત આ ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ માટે એક પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત શાળાના તમામ વિદ્યાર્થીઓએ વન્યજીવ તથા કુદરતી સંપદાનું રક્ષણ કરવાના સંકલ્પ લીધો હતો. બાળકોમાં કુદરત તથા વન્ય સંપદા, તમામ જીવો પ્રત્યે અનુકંપા જાગે એવા હેતુથી ‘વનવગડાના ધબકાર..’ ટાઇટલ સાથેનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું હતું. આ સાહિત્યનું સંકલન શાળાના આચાર્ય દીપકભાઈ દવેએ તૈયાર કર્યું હતું. આ સાહિત્ય કુલ- ૧૦૦૦ વિદ્યાર્થીઓ સુધી નિસર્ગ ઇકો ક્લબ દ્વારા નિઃશુલ્ક પહોંચાડાયું હતું. આ ઉજવણીનું આયોજન તથા સંકલન ઇકો ઇન્યાર્જ દીપકભાઈ દવે દ્વારા કરાયું હતું.