શહેરમાં વધારે એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જ્યાં નિવૃત એસઆરપી જવાનના પુત્રએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે. પોતાનાં રૂમમાં ઉપર સુવા માટે ગયેલા પુત્રએ ટીવીનું વોલ્યુમ વધારીને પિતાની શોટગનમાંથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ ભક્તિનગર પોલીસ દ્વારા આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભક્તિનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલવાડીની સામે ગાયત્રીનગર શેરી નંબર પમાં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા રાત્રે પોતાનાં ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લખુભા ચુડાસમા અને માતા – બહેન સાથે ટીવી જાતા હતા.
મોડી રાત્રે પરિવારના લોકો સુવા માટે ઉપરના રૂમમાં સુવા માટે ગયો હતો. જ્યારે પિતા ઘનશ્યામસિંહ લખુભા ચુડાસમા અને માતા બહેન સાથે ટીવી જાતા હતા. રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ પરિવારજનો સુવા માટે ઉપરના રૂમમાં જતા પહેલા યુવરાજસિંહ તમે જાઓ હું ટીવી જાઇને આવું છું. તેમ કહીને ઉપરના રૂમમાં ગયો હતો. પુત્ર સુવા નહી આવતા પિતા તેને બોલાવવા માટે નીચે ગયા હતા. જા કે યુવરાજ પલંગ પર લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. બાજુમાં શોર્ટગન પણ પડેલી હતી. આ જાઇને પિતાએ બુમાબુમ કરતા પરિવાર અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.
પરિવારના અનુસાર ગઇ રાત્રે જમ્યા બાદ ઘનશ્યામસિંહ જમ્યા બાદ પોતાના પરિવાર સાથે ઉપર સુવા માટે ગયા હતા. યુવરાજ નીચે ટીવી જાઇ રહ્યો હતો. પિતાની લાયસન્સવાળી ૧૨ બોરની બંદુકમાંથી તેણે ફાયરિંગ કરીને આપઘાત કર્યો હતો. યુવરાજ પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના તથા તેની બહેનના લગ્ન પણ બાકી હતા. પ્રાથમિક તપાસમાં યુવરાજની આત્મહત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું પોલીસ માની રહી છે. હાલ તો તેનો મોબાઇલ સાયબર ક્રાઇમ પાસે જ્યારે આત્મહત્યાના સ્થળની એફએસએલ તપાસ કરવામાં આવી રહી છે.