અમદાવાદમાં નિવૃત્ત ૈંછજી અધિકારી પ્રદીપ શર્માને લઈને ચાલી રહેલા વર્ષો જૂના કેસનો આજે ચુકાદો આવ્યો છે. ઉચ્ચ પદ પર રહેલા અધિકારી પ્રદીપ શર્મા પર જિંદાલ કંપનીને ગેરકાયદે જમીન વેચાણમાં સહાય કરવાનો આરોપ હતો. આ મામલાની ગંભીરતા અને તેમાં સંડોવાયેલા આર્થિક વ્યવહારોને ધ્યાનમાં રાખીને ઈડી લાંબા સમયથી તપાસ ચલાવી રહી હતી. અંતે કોર્ટએ આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.ઈડી કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. કોર્ટમાં વર્ષોથી ચાલતી સુનાવણીઓ, પુરાવા અને તપાસની વિગતો આધારે નિર્ણય આવ્યો છે કે જિંદાલ કંપનીને જમીન વેચાણ પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ કરવામાં આવી હતી અને એમાં શર્માની સીધી ભૂમિકા હતી. એવું માનવામાં આવે છે કે આ જમીન ટ્રાન્ઝેક્શન સરકારને નુકસાન પહોંચાડે તે રીતે કરવામાં આવ્યો હતો.આ પુરા કેસ દરમિયાન ઈડીએ દાવો કર્યો હતો કે જમીન વેચાણ પ્રક્રિયા જાણે-બૂઝે ગેરકાયદે રીતે દોરી શકાય તે રીતે શર્માએ પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. ઈડી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજા, બેન્કિંગ ટ્રેઇલ, અને જમીનની કિંમતોમાં થયેલા ગોટાળાને આધારે કોર્ટએ ઈડીના દાવામાં મજબૂત આધાર માન્યો છે.હવે કોર્ટે પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા બાદ, આગામી તબક્કામાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે. કોર્ટ શું સજા આપે છે, કેટલા વર્ષની સજા થાય છે, કે કોઈ દંડ પણ વસૂલવામાં આવશે કે નહીં તે અંગે બધાની નજર હવે આગામી સુનાવણી પર ટકેલી છે. સજા સંબંધી નિર્ણય ટૂંક સમયમાં જ જાહેર થશે.પ્રદીપ શર્માનું નામ અગાઉ પણ અનેક વિવાદોમાં આવ્યું છે, પરંતુ આ કેસ ખાસ કરીને ઈડી દ્વારા ચલાવવામાં આવેલા મોટા આર્થિક આરોપો અને ભ્રષ્ટાચારની તપાસને લઈને ચર્ચામાં રહ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારી પર લાગેલા આ પ્રકારના આરોપો હંમેશા નાગરિકો માટે પણ ચિંતા અને ચર્ચાનો વિષય બને છે.








































