સ્વામી નિર્દોષાનંદજી સન્યાસ આશ્રમ સત્સંગ મંડળ, મોટી કુંકાવાવ દ્વારા આયોજિત નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓના લાભાર્થે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી ભોલાનંદજી સરસ્વતીજીની અધ્યક્ષતામાં મોટી કુંકાવાવ પટેલ વાડી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે સંસ્થાના વહીવટકર્તા ટ્રસ્ટી બી.એલ. રાજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ રક્તદાન કેમ્પમાં કુલ ૬૯ રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દરેક રક્તદાતાઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.અહીં એ ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પંદર વર્ષથી આ આરોગ્ય મંદિર ટીબીના દર્દીઓને તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યું છે.