અમદાવાદના નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. મોડીરાતે ૨૦થી વધુ લોકોએ આ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. દરમિયાન ૪૦થી વધુ કારના કાચ તોડ્યા હતા. આ ઉપરાંત આવા લુખ્ખા તત્વોએ લોકોને માર માર્યો હતો. તો છ્‌સ્ને પણ નુકસાન પહોંચાડ્યાની વિગતો સામે આવી હતી. આવારા તત્વોએ લોકોને માર મારતાં ઈજોગ્રસ્ત થયેલાઓને સારવાર અર્થે સિવિલ મોકલવામાં આવ્યા હતા.
આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે ૪૦ જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા હોવાનું જોણવા મળી રહ્યું છે. અસામાજિક તત્વોએ નંદનવન આવાસ યોજનાની અંદર જ નહીં, બહાર રોડ પર પાર્ક થયેલી કેટલીક ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હતા. જેના કારણે સ્થાનિકો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને વિસ્તારમાં ડરનો માહોલ બનેલો છે.
આ ઘટનામાં સ્થાનિકોના દાવા મુજબ ૨૦ જેટલા બાઈકસવારો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ છે. જોણવા મળી રહ્યું છે કે, નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ સોસાયટીમાં મોડી રાત્રે ૧૦.૩૦ કલાકે ૨૦ જેટલા બાઈકસવારો હાથમાં બેટ, લાકડી, હોકી અને તલવાર સાથે તોડફોડ કરવામાં આવી હતી.