જાે તમે રેલવેમાં વધારે સામાન સાથે મુસાફરી કરો છો તો આ સમાચાર ધ્યાનથી વાંચજા, ભારતીય રેલવેએ ટ્‌વીટ કરીને ચેતવણી આપી છે કે, નિયત મર્યાદા કરતા વધારે સામાન સાથે જા મુસાફકી કરશો તો જેલની સજા થઇ શકે છે.
જા તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા કામના છે. હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વધુ સામાન લઈ જવો રેલવે મુસાફરોને મોંઘો પડી શકે છે. રેલવેએ મુસાફરોને સલાહ આપી છે કે, જા વધુ સામાન લઈ જવો હોય તો પાર્સલ ઓફિસમાંથી સામાન બુક કરાવો. નિયત મર્યાદા કરતા વધુ માલસામાન વહન કરવા બદલ કડક કાર્યવાહી થઈ શકે છે.
દેશમાં લાંબા અંતરની મુસાફરી માટે રેલવે હંમેશાં લોકોની ખાસ પસંદગી રહી છે, કારણ કે મુસાફરો ફ્લાઇટ કરતાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન વધુ સામાન સાથે મુસાફરી કરી શકે છે. જાકે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સામાન લઈ જવાની મર્યાદા હોય છે, પરંતુ તેમ છતાં ઘણા મુસાફરો ટ્રેનમાં વધુ પડતા સામાન સાથે મુસાફરી કરે છે, જેના કારણે અન્ય મુસાફરોને મુશ્કેલી ઊભી થાય છે, જેના કારણે રેલવેએ આવા મુસાફરો માટે આવા નિયંત્રણો લાવવાની ભલામણ કરી છે.
રેલવે મંત્રાલયે તેના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરીને લોકોને સલાહ આપી છે કે, તેઓ મુસાફરી દરમિયાન વધુ પડતા સામાન સાથે મુસાફરી ન કરે. મંત્રાલયે કહ્યું, સામાન વધુ હશે તો પ્રવાસનો આનંદ અડધો થઈ જશે. વધુ સામાન લઈને ટ્રેનમાં મુસાફરી કરશો નહીં. વધારે સામાનના કિસ્સામાં, પાર્સલ ઓફિસમાં જઈને સામાન બુક કરો.
રેલવેના નિયમ મુજબ મુસાફરો ટ્રેનની મુસાફરી દરમિયાન માત્ર ૪૦થી ૭૦ કિલો સામાન જ લઈ જઈ શકે છે. જા કોઈ વ્યક્તિ આનાથી વધુ સામાન સાથે મુસાફરી કરે છે, તો તેણે અલગ ભાડું ચૂકવવું પડશે. ખરેખર, રેલવેના કોચ પ્રમાણે સામાનનું વજન અલગ-અલગ હોય છે. રેલવે અનુસાર, સ્લીપર ક્લાસમાં મુસાફરો ૪૦ કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે. તે જ સમયે, એસી-ટાયર સુધી ૫૦ કિલો સામાન લઈ જવાની છૂટ છે. જ્યારે ફર્સ્‌ટ ક્લાસ એસીમાં મુસાફરો ૭૦ કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે.
નિયત મર્યાદાથી વધુ સામાનના કિસ્સામાં, રેલવે મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ વસૂલ કરી શકે છે. આ સાથે, સ્ટોપ, ગેસ સિલિન્ડર, કોઈપણ પ્રકારનું જ્વલનશીલ કેમિકલ, ફટાકડા, એસિડ, દુર્ગંધયુક્ત વસ્તુઓ, ચામડું અથવા ભીનું ચામડું, તેલ, ગ્રીસ, ઘી, પેકેજમાં લાવવામાં આવેલી વસ્તુઓ, આવી વસ્તુઓ કે જેના તૂટવાથી અથવા ટપકવાથી વસ્તુઓને નુકસાન થઈ શકે છે. અથવા મુસાફરોને નુકસાન થઈ શકે છે. મુસાફરી વખતે પ્રતિબંધિત વસ્તુઓ સાથે રાખવી પણ ગુનો છે. જા પ્રવાસીઓ પ્રતિબંધિત વસ્તુઓમાં કોઈપણ પ્રકારની ચીજવસ્તુ લઈને જતા હોય તો રેલવે એક્ટની કલમ ૧૬૪ હેઠળ ૩ વર્ષની જેલની સજાની કાર્યવાહી થઈ શકે છે.