નિત્યમ વિદ્યા સંકુલના સ્થાપક, ચેરમેન અને યુવા કેળવણીકાર હસમુખ પટેલે પોતાના અને પોતાના પરિવારના દરેક સભ્યોનાં જન્મ દિવસે વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવવાની પરંપરા જાળવી રાખી છે. તેમના ૪૦ વર્ષ પૂર્ણ થતાં એક વર્ષમાં ૪૦૦૦ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે આજે વૃક્ષારોપણ કરી જન્મ દિવસ ઉજવ્યો હતો. તેમણે નિત્યમ વિદ્યા સંકુલનાં વિશાળ પરિસરમાં એક જ વર્ષમાં ૪૦૦૦ વૃક્ષોનું વાવેતર અને જતન સંવર્ધન કરી સમગ્ર કેમ્પસને હરિયાળા વાતાવરણમાં રૂપાંતરિત કરવાનાં ભગીરથ કાર્ય માટે કમર કસી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧૦ ડિગ્રી તાપમાન વધ્યુ છે આ સ્થિતિ ખૂબ જ ભયાનક છે. ડેવલપમેન્ટ માટે આડેધડ કપાતા વૃક્ષો પર અંકુશ એ સમયની માંગ છે.