જાફરાબાદના રામઢોરામાં ગુજરાતના જાણીતા સેવાભાવી ખજૂરભાઈ (નિતીન જાની) આજે પોતાની સાથે કામ કરતા કડિયા કારીગર જીવનભાઈના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ખજૂરભાઈની આ અચાનક મુલાકાતથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ઉપરાંત, ખજૂરભાઈએ જાફરાબાદના વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી રામ મિત્ર મંડળ રામઢોરા ઓફિસ ખાતે તેમણે કાર્યકરો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. ખજૂરભાઈને નજીકથી જોવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. ખાસ કરીને રામઢોરાની બહેનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ખજૂરભાઈએ સૌ કોઈનો આભાર માનીને તેમની સાથે સમય વિતાવ્યો હતો.