(એ.આર.એલ),મુંબઇ,તા.૧૭
ફેમિના મિસ ઈન્ડયા ૨૦૨૪ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની મોસ્ટ આઇકોનિક બ્યુટી પેજન્ટની આ ૬૦મી વર્ષગાંઠ હતી, જેમાં મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને આ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું હતું. મુંબઈના વર્લીમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકિતા એક અભિનેત્રી છે, જે ૧૮ વર્ષની ઉંમરથી અભિનય કરી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતી રેખા પાંડે આ ઈવેન્ટમાં સેકન્ડ રનર અપ રહી હતી.ફેમિના મિસ ઈન્ડયા ૨૦૨૩ની વિજેતા નંદિની ગુપ્તાએ નિકિતાના માથા પર તાજ શણગાર્યો હતો. આ સાથે નેહા ધૂપિયાએ તેનો મિસ ઈન્ડયા સેશ રજૂ કર્યો હતો. આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાની સાથે અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ રેમ્પ વોક કર્યું હતું. આ ઈવેન્ટમાં સંગીતા ઉપરાંત અભિનેત્રી નેહા ધૂપિયા અને રાઘવ જુયાલ જેવી ઘણી અન્ય હસ્તીઓ રેડ કાર્પેટ પર જાવા મળી હતી. નિકિતાએ પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝન એન્કર તરીકે કરી હતી.ફેમિના મિસ ઈન્ડયા ૨૦૨૩માં ૩૦ રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો. નિકિતાની વાત કરીએ તો અભિનય સિવાય તેને લેખનનો પણ શોખ છે, તેણે ઘણા રાષ્ટÙીય અને આંતરરાષ્ટÙીય સ્ટેજ ડ્રામા લખ્યા છે. નિકિતાએ લખેલા નાટકમાં કૃષ્ણ લીલાના ૨૫૦ પાના પણ છે. હોસ્ટંગ સિવાય નિકિતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેનો આગામી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટવલમાં છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, ફિલ્મનું ટાઈટલ ‘ચંબલ પાર’ છે.નિકિતા પોરવાલ સોશિયલ મીડિયા પર બહુ એક્ટવ નથી. તેના ફોલોઅર્સની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર તેના માત્ર ૫ હજાર ફોલોઅર્સ છે. નિકિતા ઉપરાંત, તાડુ લુનિયા, જે ફેમિના મિસ ઈન્ડયા અરુણાચલ પ્રદેશ ૨૦૨૪ છે, તેણે ટાઈમ્સ મિસ બ્યુટી વિથ પર્પઝ એવોર્ડ મેળવ્યો. જ્યારે એન્જેલિયા મારવીન, જે ફેમિના મિસ ઈન્ડયા મેઘાલય ૨૦૨૪ છે, તેને ટાઈમ્સ મિસ મલ્ટીમીડિયા એવોર્ડથી નવાજવામાં આવી હતી.