સાવરકુંડલા શહેરને બારેમાસ પાણીની સુવિધા મળી રહે તે માટે સાવરકુંડલામાં આવેલ નાવલી નદી પર ચેકડેમ બાંધવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, પ્રતિકભાઈ નાકરાણી, અશોકભાઈ ચૌહાણ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ, ન.પા. સભ્યો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.