સાવર અને કુંડલાને જોડતા, મણિનગર બીડીકામદાર વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય માર્ગનું નાવલી નદીમાં આવેલા પૂરે ભારે નુકસાન પહોંચાડ્‌યું હતું. આ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થઈ જતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. સ્થાનિક પત્રકાર સોહીલ શેખ દ્વારા આ મામલે પાલિકા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમના સતત પ્રયાસો અને રજૂઆતોને પગલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને યુદ્ધના ધોરણે તેને પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો.