સાવરકુંડલા તાલુકાના નાળ ગામના યુવકને ઉભો રખાવી તું કેમ ગળામાં લુંઘી રાખે છે તેમ કહી ચાર યુવકોએ ફટકાર્યો હતો. ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જેને લઈ હરીભાઇ કરશનભાઇ બગડા (ઉ.વ.૩૩)એ વાંશીયાળી ગામના રાહુલભાઈ ગોબરભાઈ સહિત ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, ત્રણ દિવસ પહેલા હરીભાઈ જેજાદથી વાંશીયાળી ગામે જવાના રસ્તે મોટર સાઇકલ લઇને આવતા હતા ત્યારે ચારેય આરોપીએ તેને ઉભો રખાવ્યો હતો. જે બાદ તે કેમ ગળામા લુંઘી રાખેલ છે, તુ થોડો રબારી છો, તેમ કહી કુહાડી તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. અમરેલી એસટી-એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડેરી વધુ તપાસ કરી રહ્યા છે.