ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન પર્વ અને વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે પ્રદેશ ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્મા જામનગરના પ્રવાસે પહોંચ્યા .જામનગરમાં આયોજિત એક મહવપૂર્ણ પત્રકાર પરિષદમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ અને આગામી રાજકીય ગતિવિધિઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ૧૪મી એપ્રિલ ડા. બાબા સાહેબ આંબેડકર જયંતિની શુભકામના પાઠવી હતી. આ પત્રકાર પરિષદમાં જામનગરના સાંસદ પૂનમ માડમ, જામનગર ઉત્તરના ધારાસભ્ય અને રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત ભાજપના અન્ય સ્થાનિક અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.
જગદીશ વિશ્વકર્માએ ખાસ કરીને ‘નારી શક્તિ વંદના અધિનિયમ’ના વખાણ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશ નારી સન્માન અને સ્રી સશક્તિકરણના ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર રહ્યો છે. તેમણે ઉમેર્યું કે વર્તમાન ભારતના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતુલનીય છે. આજે દેશની દીકરીઓ અવકાશ (જીટ્ષ્ઠી)થી લઈ ખેલકુદના મેદાન સુધી અને ઘરના આંગણેથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધી પોતાની કુશળતા સાબિત કરી રહી છે.
સુરક્ષા અને શિક્ષણઃ રાજ્યમાં કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇન મહિલાઓની સુરક્ષાનું કવચ બની છે, જ્યારે ‘નમો સરસ્વતી યોજના’ જેવી પહેલ દીકરીઓના ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.
પત્રકાર પરિષદ દરમિયાન ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન અંગે પણ જગદીશ વિશ્વકર્માએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, “ધોરાજી-ઉપલેટામાં કોંગ્રેસ પાસે સક્ષમ ઉમેદવાર ન હોવાને કારણે ભાજપે જ તેમને ઉમેદવારો પૂરા પાડ્યા હતા.” જાકે, તેમણે આ નિવેદનને સંબંધિત ધારાસભ્યનીવ્યક્તિગત વાત ગણાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
વિશ્વકર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એપ્રિલમાં સંસદના સ્પેશ્યલ સત્ર દરમિયાન દેશની એકતાના દર્શન થશે. નારી શક્તિવંદના અધિનિયમ આગામી સમયમાં ભારતને વિશ્વના ટોચના દેશોની હરોળમાં લઈ જવામાં નિર્ણાયક સાબિત થશે.