અમરેલી લોકસભા મત વિસ્તાના સાંસદ ભરત સુતરીયા અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા દ્વારા વડિયા કુંકાવાવ વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે લોકદરબાર રૂપી સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમા સમગ્ર વડિયા કુંકાવાવ તાલુકામાંથી આ કાર્યક્રમમાં પોતાના વિસ્તાર અને ગામના પડતર પ્રશ્નો અને રજુઆતો લઇ લોકો, સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ પાર્ટીના હોદેદારો આવ્યા હતા અને પ્રશ્નોની અધિકારીઓ અને નેતાઓની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી ત્યારે નિયમ મુજબ થતા કાર્યને તાત્કાલિક સમય મર્યાદા આપી પૂર્ણ કરવા સૂચનાઓ આપાઈ હતી. સમગ્ર લોક દરબારમાં મોટાભાગે પીજીવીસીએલ, એસટી,રેલવે સહીત અનેક વિભાગો અને સ્થાનિક પ્રશ્નોની રજૂઆતો થઇ હતી. આ લોકદરબારનો પ્રચાર પ્રસાર મીડિયા અને સોશ્યલ મીડિયા મારફતે સમગ્ર તાલુકામાં થતા માનવ મેદની ઉમટતા મામલતદાર કચેરી ખાતેની જગ્યા ટૂંકી પડી હતી. આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રેલવે, માર્ગ મકાન, ફોરેસ્ટ,આરોગ્ય,એસટી,પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ પરશોત્તમ હિરપરા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા સહિત અનેક રાજકીય આગેવાનો તાલુકાભરના સરપંચો અને હાદ્દેદારો તથા લોકો ઉપસ્થિત રહ્યા
હતા.