મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ કામગીરી સંદર્ભે આજરોજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આર.ઉકાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા અને મીડિયા કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમરેલી જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા સમાચાર પત્રો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમો પર અફવા અને સંપૂર્ણ વાસ્તવિકતાની ખરાઈ કર્યા વિના પ્રસિદ્ધ થયેલા સમાચારો પર સઘન મોનીટરીંગ કરવાની કામગીરી સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને દૈનિક રિપોર્ટ સહિતની કામગીરી નિયમિત રીતે ચોક્કસાઈપૂર્વક થાય તેના પર ભાર મૂકીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ કમિટીના સર્વ સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉપયોગી સૂચનાઓ આપી હતી.









































