મોહમ્મદ રિઝવાન (અણનમ ૭૯) અને કેપ્ટન બાબર આઝમ (૭૦)ની શાનદાર ઇનિંગ્સનાં કારણે પાકિસ્તાને મંગળવારે અબુ ધાબીનાં શેખ જોયદ સ્ટેડિયમમાં રમાઈ રહેલા વર્લ્‌ડકપનાં સુપર ૧૨માં નામિબિયાને ૧૯૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમા ૪૫ રનથી પાકિસ્તાને મેચ જીતી હતી.કેપ્ટન બાબર આઝમ અને રિઝવાનની ફરી એકવાર ટીમ માટે ઓપનિંગ જોડી તરીકે ૮૬ બોલમાં ૧૧૩ રનની લાંબી ભાગીદારી જોવા મળી હતી.
કેપ્ટન બાબરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી કેપ્ટન બાબરે ૪૯ બોલમાં સાત ચોક્કાની મદદથી ૭૦ રન બનાવ્યા અને આઉટ થયો પરંતુ રિઝવાન સાથેની ભાગીદારીમાં તેણે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા. બાબર આઝમ અને રિઝવાને પ્રથમ વિકેટ માટે ૧૧૩ રનની ભાગીદારી કરી હતી, જેની સાથે બન્નેએ ઘણા ખાસ રેકોર્ડ બનાવ્યા હતા. આ તેના કેટલાક રેકોર્ડ છે જે આ મેચમાં બન્યા હતા.
પુરુષોની ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી
૧. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન – ૫ વખત
૨. શિખર ધવન અને રોહિત શર્મા – ૪ વખત
૩. માર્ટિન ગુપ્ટિલલ અને કેન વિલિયમસન – ૪ વખત
ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં ૧૦૦૦ રન બનાવનાર પ્રથમ જોડી
૧. ટેસ્ટ ક્રિકેટ – બિલ લોરી અને બોબ સિમ્પસન (૧૯૬૪)
૨. વન ડે ક્રિકેટ – ડેવિડ બૂન અને જ્યોફ માર્શ (૧૯૮૬)
૩. ટી ૨૦ ક્રિકેટ – બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન (૨૦૨૧)