ગારિયાધારના નાની વાવડી ખાતે નારોલા ડાયમંડ પ્રા.લિ. પરિવાર દ્વારા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પોનો ભવ્ય લોકાર્પણ સમારોહ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. નારોલા ડાયમંડ પ્રા.લિ. પરિવારે માદરે વતન નાની વાવડીમાં અસંખ્ય સુવિધાઓ નિર્માણ કરી છે. માતુશ્રી સંતોકબા લાભુભાઇ નારોલા પરિવાર દ્વારા જળ મંદિર, વડીલ મંદિર, બસ સ્ટેન્ડ, બાગ, પ્રવેશદ્વાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. આગામી તા. ૧૮મી નવેમ્બરના રોજ આ પ્રકલ્પોનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે.