કોડીનાર કન્યાશાળામાં અભ્યાસ કરતી સાત વર્ષીય વિહાબેન પિયુષભાઈ ચાંદ્રાણીએ ‘નિપુણ ભારત’ અંતર્ગત યોજાયેલી બાળવાર્તા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યા બાદ જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન હાંસલ કરી નાની વયે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિહાબેને મેળવેલી સફળતાથી કોડીનાર તાલુકા અને લોહાણા સમાજમાં આનંદની લાગણી છવાઈ છે. રઘુવંશી સમાજે વિહાબેનની આ સિદ્ધિને બિરદાવી તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી છે.