નાની વડાળ ગામે એક દારૂડિયાએ એક ખેડૂતના ઘરમાં ઘૂસી રૂપિયાની માંગણી કરવા સહિત ગ્રામ પંચાયતના દરેક કામના બિલમાંથી ૫ હજાર આપવા પડશે અને જરૂર પડે ત્યારે ફોર વ્હીલ આપવાની માંગણી કરી ધમાલ મચાવી હતી. બનાવ અંગે રણછોડભાઈ ડાયાભાઈ પુંભડીયા (ઉ.વ.૬૦)એ હરેશભાઈ રાણાભાઈ કારડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ દારૂ પીધેલી હાલતમાં લાકડી સાથે આવી તેમના ઘરમાં પ્રવેશ કરી રૂ.૧૦,૦૦૦ની માંગણી કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતના દરેક કામના બીલમાંથી રૂ.૫૦૦૦ની તેમજ જરૂર પડે ત્યારે ફોરવ્હીલ ગાડી આપવી પડશે તેમ કહ્યું હતું. જેથી તેમણે પૈસા આપવાની ના પાડતા આરોપીએ પૈસા તો આપવા પડશે નહીંતર તને જોઇ લઈશ તેમજ ખોટા કેસમાં ફસાવી દઇશ તેમ ધમકી આપી ગાળો બોલી હતી.