સાવરકુંડલામાં રહેતા હરેશભાઈ લાખાભાઈ કાચા (ઉ.વ.૪૫) નાની ધારી ગામે તેમના મોટાભાઈના ઘરે અગિયારસના તહેવાર નિમિત્તે આંટો મારવા ગયા હતા.
તેઓ રાત્રીના સમયે ગભરૂભાઈ માણસુરભાઈ ખાખડીયાના ઘરે બેસીને પરત પોતાના મોટાભાઈના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં હકુભાઈ મંગળુભાઈ માંજરીયાએ આપેલા ૫૦૦ રૂપિયા માંગતા તેમણે આપી દીધાનું કહ્યું હતું. જેથી આરોપીએ ઉશ્કેરાઈ તેમને ગાળો બોલીને તેની પાસે રહેલી લાકડીના ત્રણ ચાર ઘા માર્યા હતા. ઉપરાંત ઢીકાપાટુનો માર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી.
ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.