ખાંભા તાલુકાના નાની ધારી ગામે પોલીસે વિદેશી દારૂની રપ બોટલની સાથે દેશી દારૂ બનાવવાનો આથો પણ ઝડપી પાડયો હતો. જેથી પોલીસે નાની ધારી ગામના શખ્સ સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરી છે. ખાંભા તાલુકાના નાની ધારી ગામે રહેતા વનરાજભાઈ રામભાઈ વાળાએ પોતાની વાડીમાં વિદેશી દારૂની બોટલ રાખી હોવાની ખાંભા પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે વનરાજભાઈની વાડીમાં રેઈડ કરતા વાડીમાંથી રપ૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડયો હતો તેમજ અલગ-અલગ કંપનીની વિદેશી દારૂની રપ બોટલ પણ ઝડપાઈ હતી. પોલીસે કુલ રૂ.ર૦,૮૪૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂનો સંગ્રહ કરનાર ઈસમ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.






































