સીનિયર એડવોકેટ ઉદયન ત્રિવેદીનીની ધારદાર દલીલોને ધ્યાને લઇ ધારીના એડીશ્નલ સેશન્સ જજ એમ.એન. શેખે બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. ફરીયાદી અમીતભાઈ જયસુખભાઈ ઠુંમર રે. નાની ધારી વાળાએ પ્રતાપભાઈ મધુભાઈ માંજરીયાને તેમની માલીકીના સર્વે નં. ૧% પૈકી કે જેના ખાતા નં. ૧૯૧ વાળી જમીન કે જે નાની ધારી ગામે આવેલ તે જમીન તેમણે પ્રતાપભાઈ મધુભાઈ માંજરીયાને વેચેલી ન હોવાથી તે અંગેની તકરાર થઈ હતી. જે અંગે બંને આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની વાડીના શેઢે અગાઉથી સંતાઈને તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે ચાર્જશીટ દાખલ થયા બાદ કેસ ચાલ્યો હતો. જેમાં ફરિયાદી પક્ષે તમામ પુરાવા રજુ કર્યા હોવા છતાં કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. જેથી બંને કામના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ એડી. સેશન્સ કોર્ટે કર્યો હતો.