વડીયાના નાની કુંકાવાવ ગામે વાડીએ રહેતી એક યુવતીના પ્રેમસંબંધની જાણ તેના પરિવારજનોને થઈ જતાં તેડી આવ્યા હતા. જેથી મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવારમાં મરણ પામી હતી. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના મંડાર, ભીલાલા ફળીયુંમાં રહેતા માલસિંગભાઈ છગનભાઈ તમર (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, સંગીતાબેન થાવરીયા (ઉ.વ.૨૩)ને કોઈની સાથે પ્રેમસંબંધ હોવાથી તેની જાણ તેના ભાઈને થઈ જતાં ઠપકો આપ્યો હતો. જેથી એકાદ માસથી મજૂરી અર્થે તેડી લાવ્યા હતા. તેથી પ્રેમસંબંધના કારણે મનમાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. વડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.