વડિયા તાલુકાના નાની કુંકાવાવના અને હાલ ગાંધીનગરમાં રહેતા રમેશભાઇ અમરસીભાઇ સોંધરવા (ઉ.વ.૫૩)એ તેમના જ ગામના વિજયભાઇ મોહનભાઇ પરમાર, ભાવેશભાઇ મોહનભાઇ પરમાર તથા મેધજીભાઇ ધેલાભાઇ દોંગા સામે ફરિયાદ નોંધાવી હતી. રમેશભાઈ તેમના ઘર સામે જાહેર જગ્યાએ ઘરે આવવા જવા માટેના રસ્તામાં સંડાસ બાથરૂમ માટેનો ખાળકૂવો બનાવતા હતા. જેથી આરોપીઓને સારૂ ન લાગતા ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ભાવેશભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૩૭)એ રમેશભાઇ અમરસીભાઇ સોંધરવા (ઉ.વ.૫૩) સામે ફરિયાદ નોંધાવી હતી. જેની વિગત મુજબ, તેમણે નાની કુંકાવાવ ગ્રામપંચાયતની જમીન ભાડા પેટે રાખી હતી અને તેનું નિયમિત ભાડું ચૂકવતા હતા. આ જમીન પર આરોપી દબાણ કરી ખાળકૂવો ખોદાવતા હતા જેથી તેમણે ખાળકૂવો ખોદવાની ના પાડતા સારૂ નહોતું લાગ્યું અને જેમફાવે તેમ ગાળો આપી મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.ડી.કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.