અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ ગામના વતની અને હાલ સુરતમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા બોદર ઉમેશભાઈ લાલજીભાઈ અને પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા બોદર કનીતાબેન ઉમેશભાઈની પુત્રી બોદર માહી ઉમેશભાઈએ ધો. ૧૦ બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં ચોથો રેન્ક પ્રાપ્ત કરી ૯૯.૯૬ P.R. મેળવી ઝળહળતું પરિણામ લાવી સમસ્ત બોદર પરિવાર અને નાની કુંકાવાવ ગામનું ગૌરવ વધાર્યું હતું.