અમરેલીના નાની કુંકાવાવ સાકેતધામ આશ્રમના મહંત જયેન્દ્રદાસ નિરંજની ગુરૂ શ્રી ગોકળદાસબાપુના જ્યોતિસ્વરૂપા માતુશ્રી પ્રભાતેશ્વરી માતાજી ગત તા.પ-૬-ર૧ના રોજ ગૌલોકવાસ પામેલ તેમનો ભદ્રોત્સવ ભંડારો તા.૧૩ને શનિવારે યોજાશે. જેમાં બપોરે ૩ કલાકે સંત દર્શન યાત્રા, ૪ કલાકે ધર્મસભા સંતોનું પૂજન સત્કાર તથા સંતો-મહંતોના સાનિધ્યમાં મંત્રોચ્ચાર સાથે સ્તંભ પૂજન, પ કલાકે સંતો દ્વારા સત્સંગ પ્રવચન, સાંજે ૭ કલાકે સંધ્યા વંદન સ્તૂતિ સાથે મહાઆરતી, રાત્રે ૮ કલાકે મહાપ્રસાદ, ૯ કલાકે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ તેમજ ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ભાવિકોને પધારવા સદ્દગુરૂ શરણાનુરાગી ડુંગરશીભાઈ રામજીભાઈ અને ભવાનભાઈ રામજીભાઈ કાકડીયા તથા સમસ્ત નિરંજની ફોજ સેવક સમુદાય દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.