કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. પરંતુ હવામાનશાસ્ત્રીઓના મતે ગ્લોબલ વો‹મગ અને ક્લાઈમેટ ચેન્જ મોટો ખતરો બની ગયો છે. પૃથ્વીનું તાપમાન દર વર્ષે ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. ૨૦૨૧માં યુનિવર્સિટી ઓફ શિકાગોના એક રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણને કારણે લગભગ દરેક વ્યક્તિ પોતાના જીવનના ૨.૨ વર્ષ ગુમાવી રહ્યો છે.
વિશ્વના બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતા દેશ ભારતના મોટા શહેરોમાં પણ વાયુ પ્રદૂષણને કારણે નાની ઉંમરે લોકોના મૃત્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૦માં આઇસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૯માં વાયુ પ્રદૂષણને કારણે ૧.૭ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. આ દેશમાં મૃત્યુની સંખ્યાના ૧૮ ટકા છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે દાયકામાં ભારતમાં પીએમ ૨.૫ના કારણે મૃત્યુમાં ૨.૫ ગણો વધારો થયો છે. જ્યાં વર્ષ ૧૯૯૦માં ૨,૭૯,૫૦૦ મૃત્યુ થયા હતા, જે વર્ષ ૨૦૧૯ સુધીમાં વધીને ૯,૭૯,૯૦૦ થઈ ગયા છે.
જા ગ્રીન થિંક ટેન્ક સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ ના ડેટા પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં ૧.૬૭ મિલિયન મૃત્યુ પ્રદૂષણ અને પ્રદૂષણ સંબંધિત રોગોને કારણે થાય છે. તો વર્લ્‌ડ ઇકોનોમિક ફોરમ ના રિપોર્ટ અનુસાર ચીનમાં પ્રદૂષણને કારણે દર વર્ષે ૧ મિલિયન વધુ મૃત્યુ થાય છે.
તાજેતરના ડબ્લ્યુએચઓના અહેવાલ મુજબ વિશ્વની લગભગ ૯૯% વસ્તી વાયુ પ્રદૂષણના જાખમનો સામનો કરી રહી છે. જેના કારણે નાની ઉંમરમાં હૃદયરોગ, સ્ટ્રોક, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ, કેન્સર અને ન્યુમોનિયા સહિતના રોગોનું જાખમ વધી જાય છે.ડબ્લ્યુએચઓ અનુસાર દક્ષિણ એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે નાની ઉંમરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક વર્ષમાં ૨૪ હજાર લોકો અકાળ વયનો શિકાર બન્યા. તો ભારતના ૮ શહેરો મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, સુરત, પુણે અને અમદાવાદમાં કુલ એક લાખ આવા કેસ સામે આવ્યા છે.
યુનિવર્સિટી ઓફ બ‹મગહામ અને યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધન મુજબ ઝડપથી વિકસતા વિશ્વના ઉષ્ણકટિબંધીય શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે ૧૪ વર્ષમાં લગભગ ૧,૮૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત એવો પણ અંદાજ છે કે ઘરગથ્થુ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી વિશ્વભરમાં દર વર્ષે ૭ મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામે છે. આ સાથે ડબ્લ્યુએચઓએ પર્યાવરણીય ફેરફારો અને પ્રદૂષણને કારણે વિશ્વભરમાં ૨૦૩૦ થી ૨૦૫૦ ની વચ્ચે દર વર્ષે ૨,૫૦,૦૦૦ વધુ જીવ ગુમાવવાની આગાહી કરી છે.
પ્રદૂષણનું સૌથી મોટું કારણ શહેરો અને નગરોમાં મોટી સંખ્યામાં વસતી વસ્તી છે. ૧૦ મિલિયનથી વધુની વસ્તી ધરાવતા મેટ્રો અને તેમની મોટી ઇમારતો અને મકાનો અને વાહનો આજે વિશ્વભરમાં ર્ઝ્રં૨ ઉત્સર્જનના ૭૫ ટકા માટે જવાબદાર છે.