રાજુલાના નાનીખેરાળી (ગોવિંદડી) ગામે પત્નીએ પુત્રીને જન્મ આપતાં પતિ સહિત સાસરિયાએ લાકડીથી ફટકારી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નાનીખેરાળી (ગોવિંદડી) ગામે રહેતી અને આંગણવાડી વર્કર તરીકે કામ કરતા જાગૃતીબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૩૯)એ મુકેશભાઈ જેઠાભાઈ પરમાર, રવજીભાઈ જેઠાભાઈ પરમાર, જેઠાભાઈ ભીખાભાઈ પરમાર, લક્ષ્મીબેન શામજીભાઈ, રમીલાબેન લાખાભાઈ, શારદાબેન ભરતભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને સંતાનમાં દિકરીનો જન્મ થતાં પતિને સારું નહોતું લાગ્યું. તેમજ તેના પતિએ તે ગમતા ન હોવાથી અવાર નવાર મેણા ટોણા મારતા હતા અને ઝઘડાઓ કરતા હતા. તેમજ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો અને તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.