બાબરાના નાનીકુંડળ ગામેથી લાઇટના અજવાળે જુગાર રમતાં ઇસમો પર પોલીસ ત્રાટકી હતી. જેમાંથી પાંચ ઇસમો ઝડપાયા હતા, જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા. નાનીકુંડળ ગામે પ્રાથમિક શાળા પાછળ આવેલી પડતર જમીનમાં લાઇટના અજવાળે ખુલ્લામાં ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં હિંમતભાઇ ઉકાભાઇ ઓળકીયા, હિમતભાઇ વીરજીભાઇ જાદવ, ભીખાભાઇ લખમણભાઇ જાદવ, અલ્પેશભાઇ મનજીભાઇ મોરી તથા મધુભાઇ તળશીભાઇ સોલંકી રંગેહાથ ઝડપાયા હતા. જ્યારે અરવિંદભાઇ છગનભાઇ કટારીયા, ભગાભાઇ પરશોતમભાઇ સોલંકી તથા રાયધનભાઇ વેલજીભાઇ મકવાણા પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.